આનંદનગરમાં કરોડોની જમીન દબાણ મુક્ત કરતું તંત્ર

1098

ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા આનંદનગર વિસ્તારમાં લાંબા સમયથી ખડકાયેલ દબાણ પર બુલડોઝર ફેરવી કરોડો રૂપીયાની કિંમતની જમીન ખાલસા કરી છે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાંબા સમયથી સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જાવાળી કાચા પાકા બાંધકામો કરી દબાણો કર્યાની વ્યાપક ફરિયાદ લોકો દ્વારા તથા અવાર નવાર મહા.પા વિપક્ષ દ્વારા સત્તાવાર તંત્રને કરવામાં આવી રહી હોય જેમાં ખાસ કરીને આંનદનગર વિસ્તારમાં મોટાપાયે દબાણો થયેલા હોય ગઈકાલે મહા.પા.ના કમિશ્નર ગાંધી દ્વારા એસટેટ વિભાગને આદેશ કરતા આજરોજ સવારે ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આનંદનગર પહોચી હતી અને જુના બંદરથી શરૂ કરી વિમાના દવાખાના સુધીની કુલ ૪૭ હજાર મીટરથી વધુ જમીન પર આવેલ અને કામચલાવ તથા પાકા મકાનો, દિવાલો, દુકાનો જીસીબી દ્વારા દુર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

Previous articleચિત્રા સીદસર રોડ પર જાહેરમાં જુગાર રમતાં ૧૧ પત્તાબાજ ઝડપાયા
Next articleરૂવાપરી રોડ પર ફરસાણનાં કારખાનામાં આગ ભભુકી ઉઠી