શહેરની હોટલો-રેસ્ટોરામાં આરોગ્ય વિભાગના દરોડા

1704

ભાવનગર મહાપાલિકાના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરમાં ખાણીપીણીનો વ્યવાસય ધરાવતા આસામીઓના એકમોમાં દરોડા પાડી અલગ-અલગ ખાદ્ય પદાર્થોના નમુનાઓ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

રાજ્ય સરકારની સુચનાને પગલે તમામ મહાનગરોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીના એકમોમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે ભાવનગર શહેરમાં પણ મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે શહેરની અલગ-અલગ કુલ પ હોટલો-રેસ્ટોરામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા હતા. તંત્રએ લીધેલ નમુનાઓમાં લોટ, મીઠાઈ, મસાલા, તૈયાર ફુડ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ નમુનાઓને લેબ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ ૩૦ દિવસ બાદ આવ્યે રીપોર્ટ આધારે પગલાઓ લેવામાં આવનાર હોવા સાથોસાથ આ કામગીરી હજુ આગળના દિવસો દરમ્યાન પણ શરૂ રહેશે તેમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

Previous articleરૂવાપરી રોડ પર ફરસાણનાં કારખાનામાં આગ ભભુકી ઉઠી
Next articleપરેશ ધાનાણીએ એક દિવસનું વિધાનસભા સત્ર બોલાવવા સીએમ રૂપાણીને પત્ર લખ્યો