બુધવાર અને ગુરૂવારનાં રોજ દેશની દરેક બેંકોમાં હડતાળ

1429

 

આ મહિનાનાં અંતિમ ૨ દિવસ એટલે કે આવતીકાલથી બુધવાર અને ગુરૂવારનાં રોજ દેશની દરેક બેંકોમાં હડતાળ રહેશે. આ હડતાળને કારણોસર કદાચ આપની સેલરીમાં મોડું થવાની સંભાવના છે. આ સાથે જ એટીએમમાં પણ પૈસા નહીં મળવાનાં અણસાર છે.જો આપ નેટબેંકિંગ, ઇ્‌ય્જી, દ્ગઈહ્લ્‌નો ઉપયોગ કરો છો તો આ સેવાઓ પણ તમને નહીં મળે. નેટબેંકિંગવાળાઓને મુશ્કેલી થઇ શકે છે. આ સિવાય એટીએમમાં કેશ મળવા બાબતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જીમ્ૈં, ઁદ્ગમ્, બેંક ઓફ બરોડા, ઇલાહાબાદ બેંક, યૂનિયન બેંક, યૂકો બેંક સહિત પબ્લિક પ્રાઇવેટ સેક્ટરનાં દરેક બેંકનાં અધિકારીઓ-કર્મચારીઓ યૂનાઇટેડ ફોરમ ઓફ યૂનિયનનાં બેનર હેઠળ હડતાળ પર રહેશે. સરકારી બેંકોનાં કર્મચારીઓએ ઇન્ડીયન બેંક એસોસિએશન દ્વારા વેતનમાં ૨ ટકાનાં “સામાન્ય” વધારા વિરૂદ્ધ ૩૦મેંથી બે દિવસીય દેશવ્યાપી હડતાળની ધમકી આપી છે. જો હડતાળ થાય છે તો પછી દેશમાં અરબો રૂપિયાનો કારોબાર પ્રભાવિત હોવાની આશંકા છે.

યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયંસે નિવેદન આપતા જણાવ્યું કે ગઇ ૫મેંનાં રોજ થયેલી વાતચીત દરમ્યાન આઇબીએએ વેતનમાં ૨ ટકાનાં વધારા સહિત બે પ્રસ્તાવ આપ્યાં હતાં કે જેને ખારીજ કરી દેવામાં આવેલ છે. યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનનાં આહ્વાહન પર દેશનાં ૧૦ લાખ બેંક કર્મચારી અને અધિકારી ૩૦ અને ૩૧ મેંનાં રોજ હડતાળ પર ઉતરશે. યૂનિયનનાં સચિવ કામરેડ ઇંદ્રપાલ રાઠીએ કહ્યું કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓની વેતન વૃદ્ધિ કે જે ૧ નવેમ્બર ૨૦૧૭થી ચૂકવવા યોગ્ય છે. આઇબીએનાં બે ટકાની વૃદ્ધિનાં શરમજનક પ્રસ્તાવનાં વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવેલ છે.

Previous articleરાજ્યભરની હોટલોમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગનાં દરોડા
Next articleમાછીમારોનું વેકેશન શરૂ હવે ૧પ ઓગષ્ટથી સિઝન શરૂ થશે