પ્રકૃતિનો મિજાજ એક પછી એક દિવસે રોષ ભર્યો રહ્યો છે પર્યાવરણની અનેક યોજનાઓ છતાં તેનું ખેદાન મેદાન કરી નાખ્યુ અને તેની અસર આડઅસરથી તેનો પ્રકોપ ભોગવવો જ રહ્યો ! ગમે તે ઋતુ હોય, ગમે તેનો અહેસાસ ભોગવવો પડે છે. મોસમમાં કમોસમ ભોગવવી પડી રહી છે. સંશોધનો થાય છે. આગાહીઓ થાય છે. આગોતરા આગમનના આગોતરા એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ તો ચોમાસાને હજુ થોડા દિવસોની વાર છે ત્યાં આવા વાતાવરણ વચ્ચે ભારે ગરમી પણ છે જ !