સિહોર નગરપાલીકામા ભાજપનું શાસન અને જાણએ સિહોર નગરપાલિકાના પ્રમુખ નહિ પણ ભાજપના પ્રમુખ હોય તેમ મનસ્વી રીતે બહુમતી ના જોરે કોગ્રેસ ના નગર સેવકોના કામ નહિ થવા દેવા આપખુદ શાહિ અપનાવી રહયા છે સિહોરની જનતાના મતે ચુંટાયેલા કોંગ્રેસના નગરસેવકો ના કામ નહી થવા દેવા એન કેન પ્રકારે બહુમતીથી અટકાવવામા આવે છે જે લોકશાહી માટે શરમજનક છે તેમજ સિહોરની જનતાનુ અપમાન પણ છે સમગ્ર સિહોર શહેર કોંગ્રેસની ટીમ તથા નગર સેવકો પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ ની આગેવાની હેઠળ લડી લેવાના મુડમા છે સિહોરની જનતાએ આપેલા મતોનુ અપમાન થવા દેવા માગતી નથી માટે સિહોર કોંગ્રેસના નગર સેવકો તા. ૨૯ /૫ /૨૦૧૮ ને મંગળવાર થી સવારે ૧૧ઃ૦૦ કલાક થી સાંજે ૪ઃ૦૦ કલાક સુધી નગરપાલિકા કચેરી સામે જ ઉપવાસી ધરણા અને નિરાકરણ ના આવે તો ઉગ્ર આંદોલન પણ કરવા ની તૈયારીયો શરૂ કરી છે. આ ઉપવાસ ધરણામા પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, જગદીશ શેલાણા, મુકેશ જાની, કિરણ ઘેલડા, ચેતન ત્રિવેદી, શુભાસભાઈ રાઠોડ, દિવ્યાબેન મેહતા કેતનભાઈજાની, સંજય ચૌહાણ. ચુંટણી લડેલા ઉમેદવારો મહિલા કોંગ્રેસ, આઇ.ટી સેલ અને વિવિધ સેલના હોદ્દેદારો અને કાયઁકરો બહોળી સંખ્યામા હાજર રહિયા હતા.