માછીમારોનું વેકેશન શરૂ હવે ૧પ ઓગષ્ટથી સિઝન શરૂ થશે

1552

હાલ ચોમાસાની સિઝનના દિવસો ગણાઈ રહ્યાં છે તેથી તમામ દરિયા ખેડૂઓ હવે દરિયામાંથી પરત ફરી પોતાની બોટોને કિનારે લાંગરી દીધી છે. વાત કરીએ રાજુલા જાફરાબાદ બંદરની તો અહીં ૮૦૦ જેટલી નાની મોટી બોટો દરિયામાં મસ્ત્ય ઉદ્યોગ સાથે જોડાયેલી છે. જે તમામ ૮૦૦ બોટો બે દિવસ પહેલા જ મધ્ય દરિયામાં હતી ત્યારે રપમી મે પછી માછીમારીનું વેકેશન પડી જતા હાલ જાફરાબાદની તમામ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે અને માત્ર બે બોટો જ દરિયામાં જે એકાદ દિવસમાં કિનારે આવી જશે તેથી હાલ માછીમારી ઉદ્યોગ હાલ સંપૂર્ણ અઢી મહિના સુધી સાવ બંધ રહેશેનું માછીમારના વેપારી સીદુભાઈ જણાવી રહ્યાં છે. અહીં કાલ સાંજ સુધીમાં માછીમારની તમામ પ્રોડક્ટને વેરાવળ રવાના કરી દેવામાં આવી છે અને તમામ સ્ટોરેજને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે જે હવે ૧પમી ઓગષ્ટ બાદ જ ખુલશે તેથી હવે આ માછીમારો અઢી મહિના સુધી સાવ બેકાર રહેશે જેથી હવે આ માછીમારો અન્ય જગ્યાઓ પર મજુરી અર્થે ચાલ્યા જશે અથવા સામાજિક પ્રસંગોમાં લાગી જશે ત્યારે અઢી મહિના સુધી બેકાર બનેલા આ માછીમારોને સરકાર દ્વારા પેન્શન આપવું જરૂરી છેનું અહીંના મસ્ત્ય ઉદ્યોગના વેપારી સીદુભાઈ માંગણી કરી રહ્યાં છે ત્યારે હાલ આ વિસ્તારમાં કુલ આઠ થી દસ હજાર લોકો મત્સ્ય ઉદ્યોગમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જોડાયેલા છે. જે તમામ હાલ અઢી મહિના સુધી બેકાર બની જશે ત્યારે હાલ તો ચોમાસાની સિઝન શરૂ થવાની હોવાથી રાજુલા જાફરાબાદની ૮૦૦ બોટો પરત ફરી છે.

Previous articleબુધવાર અને ગુરૂવારનાં રોજ દેશની દરેક બેંકોમાં હડતાળ
Next articleસિહોરમાં ભાજપ શાસીત ન.પા. સામે કોંગ્રેસ દ્વારા આંદોલનનાં મંડાણ કરાયા