ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત બજરંગ વિકાસ સમિતિ દ્વારા સતત સાતમાં વર્ષે ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે શનિવારે દશેરા પર્વ નિમિત્તે રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જે નિમિત્તે રાવણ-કુંભકર્ણ અને મેઘનાદના પુતળા બનાવવા સહિતની તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે.