જાફરાબાદ આઈઆરડી વિભાગના વિશાળ હોલ ખાતે મામલતદાર ચૌહાણની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત આગામી તા.૩૧ના રોજ વઢેરા ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ આર.સી. ફળદુ, પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે તેમજ તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનો સમાપન કાર્યક્રમ યોજાશે. જાફરાબાદ ખાતે આજે આઈઆરડી શાખાના વિશાળ હોલ ખાતે આગામી તા.૩૧-પના રોજ રાજ્ય સરકારની સુજલામ સુફલામ પાણી સંગ્રહો માટે રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં જુના તળાવો ઉંડા ઉતારવાની ગુજરાત સ્થાપના દિન નિમિત્તે તા.૧-પ-ર૦૧૮થી શરૂ કરેલ તમામ ગામોના તળાવો જીસીબી લોડર સહિતના આધુનિક સાધનો દ્વારા તાત્કાલિક અને ચોમાસા પહેલા તમામ તળાવો ઉંડા ઉતરે અને પાણીનો સંગ્રહ આવતા ચોમાસામાં ભરપુર વરસાદ હોય તો પણ વહી જતું ખોટી રીતે પાણી દરિયામાં ન જાય અને દરેક ગામોના જમીનના તળ મીઠા અને વાડીઓના કુવા, બોર, ડંકીમાં અમૃત જેવા પાણી લોકોને મળી રહે તેવી સતત ૧ મહિનાથી ચાલતી જાફરાબાદ, રાજુલા, ખાંભામાં સમાપન માટે જાફરાબાદના વઢેરા ગામે અમરેલી જિલ્લાકક્ષાનો કાર્યક્રમનું આયોજન થયેલ છે. તા.૩૧-પ રાજ્યકક્ષાના પ્રભારી મંત્રી આર.સી. ફળદુ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, જિલ્લા કલેક્ટર આયુષકુમાર, જિલ્લા ડીડીઓ યોગેશ નિરગુડે, જિલ્લા ડીએસપી, ડીવાયએસપી તેમજ ડેપ્યુટી કલેક્ટર ડાભી, મામલતદાર ચૌહાણ, જાફરાબાદ મામલતદાર કોરડીયા, રાજુલા ટીડીઓ વાઢેરભાઈના તમામ સદસ્યો તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા, રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ પણ તેની ટીમ સાથે ઉપસ્થિત રહેશે.