ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાનગરમાં અભ્યાસ કરતી કુ. મયુરીક મલેશભાઈ સોલંકીએ તેના અભ્યાસ દરમ્યાન બીએમાં ત્રણેય વર્ષમાં સમગ્ર ભાવનગર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવ્યા હતાં.
તાજેતરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજવામાં આવ્ય્ હતો. જેમાં ગુજરાત રાજયના રાજયપાલ શિક્ષણ મંત્રી અને ભાવનગર યુનિવર્સિટીના કુલપતી વિશેષ ઉપસ્થીતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની વિદ્યાર્થીની કુ. મયુરી સોલંકીને રાજયપાલ ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો.