સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે એક વિચિત્ર ઘટના એવી બની કે હડકાયુ થયેલું કુતરુ દોડતા દોડતા સ્નાનાગારમાં પડી જતા મૃત્યુ પામ્યું હતું. કુતરુ હડકાયું હોવાના કારણે કોઈએ નજીક જવાની હિંમત કરી નહી. સ્પોર્ટસમાં રસ ધરાવતા અને નિયમિત જતા નગરસેવક નાજાભાઈને ખબર પડતાં તેમણે પોતે જ કુતરાને બહાર કાઢયું હતું. હડકાયા કુતરાની લાળ વગેરેથી કંઈ હાની ન પહોંચે તે માટે હાલ પુરતું સ્નાનાગાર બંધ કરાયું છે.