કોલવડામાં જાગરણ જયોત પાટોત્સવ યોજાયો

1719

કોલવડા સોનીપુર રોડ આયુર્વેદિક હોસ્પિટલ પાસે આવેલા અલખ દરબાર શ્વાન રોટલક કેન્દ્રમા શનિવારે જમા જાગરણ જ્યોત પાટોત્સવ યોજાયો હતો. સાંજે ૫ઃ૩૦ વાગે પ્રસાદ ગ્રહણ કર્યા બાદ રાત્રે ૯ઃ૩૦ કલાકે જ્યોત પ્રગટાવવામાં આવી હતી. જ્યારે ૧૦ઃ૩૦ કલાકે એક હજાર દિવડાની મહાઆરતી યોજવામાં આવી હતી. જય નારાયણ ભજન મંડળ સરઢવ દ્વારા ભજન કિર્તન કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો હાજર રહ્યા હતા.

Previous articleસે-૧પ સ્નાનાગારમાં હડકાયુ કુતરુ પડતાં હાલ બંધ કરાયું
Next articleમહેસુલ વિવાદના કેસોની આખરી સુનાવણી પછી ચુકાદાની તારીખની જાણ તે જ દિવસે અરજદારને કરાશે