કમલમ્‌ ખાતે લોકસભાની આગામી ચૂંટણીને લઈને ધમધમાટ : બેઠકોનો દોર

1214

વર્ષ ૨૦૧૯માં લોકસભાની યોજાનારી ચૂંટણી માટે ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા ગાંધીનગરમાં કમલમ્‌ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ અને તે સિવાય ઉમેદવારોની વરણી જેવા અનેક મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ભાજપ દ્વારા લોકસભા સમિતિની રચના કરવામા આવી છે. જેની પ્રથમ બેઠક સાંજે ૪-૩૦ કલાકે ગાંધીનગરમાં સીએમ નિવાસ્થાને યોજાશે. સીએમ નિવાસ્થાને મળનારી આ કોરગ્રુપની બેઠકમાં હાલની સામાજિક અને રાજકીય પરિસ્થિત અંગે ચર્ચા કરવામાં આવશે, તેમજ આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે, તેમ જાણવા મળ્યું છે.

લોકસભા સમિતિના અધ્યક્ષ સ્થાને પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી છે. સમિતિના સદસ્યોમા સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભિખુભાઇ દલસાણિયા, સહિત ૧૦ હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે લોકસભા ચૂંટણી માટેની રણનીતિથી માંડીને તમામ આયામ પર કામ કરશે. આ સાથે ભાજપ અગ્રણીઓ જેવા કે સાસંદ અનિલ જૈન, રાષ્ટ્રીય સહસંગઠન મત્રી વી. સતિષ તેમજ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતની મુલકાતે છે.

ગાંધીનગરમાં સવારથી જ કમલમ્‌  ખાતે બેઠકોનો દોર ધમધમાટ જોવા મળી રહ્યો છે. સવારે ૧૦ વાગ્યાથી જ વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦ વાગે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી. તો  ૧૧ વાગે મોચરા પ્રમુખ, પ્રદેશ હોદ્દેદારો તથા પ્રભારીઓની બેઠક યોજવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે મળેલી ભાજપની બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને શું રણનીતિ ઘડવી તે વિશે પણ ચર્ચા ચાલી રહી છે. જેને પગલે વિવિધ કાર્યક્રમો વિષે ચર્ચા કરીને તે વિશે ઘોષણા પણ કરવામાં આવશે.

આ બેઠકમાં આ ઉપરાંત ન.પા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમા યોજાનારી ચૂંટણી સંદર્ભે પાર્લામેન્ટ્રી બોર્ડની પણ બેઠક યોજાશે તેમ જાણવા મળ્યું છે.

Previous articleદહેગામ રૂરલમાંથી ૩.૫૦ લાખની વીજ ચોરી પકડાઇ
Next articleભાવનગર ઓપન ચેસ. ટુર્ના.માં ચેમ્પિયન થતો હિતેન મકવાણા