બોટાદ જીલ્લાનુ રાણપુર પચ્ચીસ હજારની વસ્તી ધરાવતુ શહેર છે ત્યારે રાણપુરવાસીઓને પાંચ દિવસે ૧ ક્લાક પાણી મળે છે સરકાર દ્રારા મહેકમ ભરાયુ ન હોય પાણીનો સ્ટાફ ઓછો હોય એમા પણ નર્મદા કેનાલ બંધ કરાતા કુવાના પાણી ના તળીયા દેખાવા લાગતા રાણપુર માટે સ્પેશિયલ નાખવામાં આવેલ સુખભાદર(ડેમ) કેનાલમાંથી રાણપુરને ૪.૫ કરોડના ખર્ચે પાઈપ લાઈન નાંખીને રાણપુર ને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવે છે હાલ સુખભાદર ડેમમાં ૧૫ ફુટ કરતા વધારે પાણી હોવા છતા અને ૨૪ ક્લાક ૫૦ અને ૩૦ ની મોટરથી રાણપુરનાં પીવાના પાણીના સંપમાં પાણી પડતુ હોવા છતા રાણપુરના લોકોને ૧ અઠવાડીયે અનિયમિત પાણી આપવામા આવે છે જેને લઈ રાણપુરના લોકોમાં રોષ ફેલાયો છે સત્તાધીશો અને કર્મચારીઓ ધારે તો રાણપુરને દર ચોથા દિવસે આરામથી પાણી આપી શકે તેમ છે આ બાબતે સુખભાદર ડેમ પર પાણી પુરવઠાનુ કામ સંભાળતા સુરેશભાઈ સાથે વાત કરતા તેમને જણાવેલ કે રાણપુરને ૫૦+૩૦ની એમ બે મોટરથી ૨૪ ક્લાક પાણી પુરૂ પાડવામા આવે છે અને અહી લાઈટ પણ જતી નથી વળી કોઈક કોઈક ગામડા ચાર પાંચ દિવસે થોડુ પાણી ઉપાડે છે તેથી કોઈ પાણી બળજબરીથી પડાવી લેતુ હોય કે ચોરી લેતુ હોય તે પણ શક્ય નથી તો રાણપુર શહેરના લોકોને તાત્કાલિક પાણી નિયમિત આપવામા આવે તેવી લોક માંગણી છે