પીપાવાવ ખાતે GHCL સામે મજુરોનું આંદોલન ૩૬મો દિવસ

1250

રાજુલાના પીપાવાવ ગામના ખેડુતો મજુરોનું રાજુલા પ્રાંત કચેરીએ જીએચસીએલ કંપનીએ ગેરકાયદે હડપ કરેલ ગામની જમીનને રીન્યુ નહીં કરી ગ્રામની જમીન ગામના ખેડુતોને જ મળે અને રોજી રોટી ગામના મજુરો ખેડુતોની તુટી જતા પ૦૦-૭૦૦ કિલોમીટર દહેજ સુધી બાળકોના અભ્યાસ ઘુડધાણી કરી પેટયુ રળવા છતી જમીન સામે જ રોજગારી હોવા છતા બહાર જવું પડે છે તે માટે આજે ૩૬મો દિવસ ધરણા અને આમરાંણત ઉપવાસમાં બેઠેલ કઠીયાળીના જીલુભાઈ, બાબુભાઈ, ભાંકોદરના મધુભાઈ, આતુભાઈ, માધુભાઈને આજે ર૩ દિવસથી મોત સામે જજુમી રહ્યા છે. પણ આ લોકોને સમાધાન કરાવવા કોઈને રસ નથી અને આ બાબતે અમુક લોકોએ ઉપવાસ છાવણીને હાથો બનાવી કોળી સમાજ જે રાજુલા-જાફરાબાદ ખાંભા ૯૮ વિધાનસભામાં બહુમત કોળી હોય તેને તોડી પાડવા જબરજસ્ત રાજકીય રંગ લગાવી અંદરોઅંદર કોળી સમાજના બે ભાગ કરવા માટે ષડયંત્રી રચાઈ ચુકયું છે. અને તેનો ભોગ બની રહ્યા છે. નિર્દોષ પીપાવાવ ગામ તથા આજુબાજુના ગામના મજુર ખેડુતો એક મહિલાનો ભોગ લેવાય શહીદી હોરી છતા કોઈના પેટનું પાણી હલતું નથી. રાજકીય લોકોને આવું જ કાઈક જોઈએ છે હજી પણ કોઈ મહિલા, પુરૂષ કે બાળકો ભોગ લેવાય તેમાં તેને મજા આવતી હશે આ બધી વાત કોળી સમાજના આગેવાનો આગળ આવે અને ઉપવાસ છાવણીનું ગમે તેમ કરી સમાધાન કરાવે આ બાબતે તંત્ર પણ ઉપવાસ છાવણીની સાથે છે ડેપ્યુટી કલેકટર ખુદ ઉપવાસ છાવણીમાં જઈ તેના પદ પ્રતિષ્ઠાનો ત્યાગ કરી છાવણીમાં બેસેલા ઉપવાસીઓની બાજુમાં નીચે બેસી ડેપ્યુટી કલેકટર ડાભી ખંબર અંતર પુછી કોળી સમાજના આગેવાનોને સમાધાનનો રસ્તો કાઢવા ચર્ચાઓ કરેલ અને સમાજના મોભીઓ આ બાબતે આગળ આવે ત્યારે ર દિવસ પહેલા કોળી સમાજના આગેવાનોમાં જારાફબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ, મનુભાઈ વાંજા ટીંબી તેની સાથે માજી તાલુકા પ્રમુખ નાજભાઈ બાંભણીયા, જાદવભાઈ સોલંકી, બાબભાઈ મકવાણા સહિત ૬૦ વ્યકિત બન્ને તાલુકાના કોળી સમાજ આગેવાનો તેમજ ભાજપના પ્રદેશ પ્રવકતા હરેશભાઈકસવાલા, રવુભાઈ ખુમાણ દિલીપભાઈ જોષી સહિત આખી ભાજપ ટીમ રૂબરૂ મુલાકાત નહીં પણ પીપાવાવ ગામના ખેડુતો મજુરો માટે સમાધાન કરવા ખુબ જ મહેનત કરેલ પણ આ સમાધાન થઈ જાય તો રાજકીય રોટલા શેકવાનું બંધ થઈ જાય આવું જબ્બર જસ્ત ષડયંત્ર ચાલી રહ્યું છે. જેનો અંત કોઈ અનિચ્છીય બનાવ ન બને તે પહેલા થઈ જાય તેમ સમસ્ત કોળી સમાજ ઈચ્છી રહ્યો છે.

Previous articleધો.૧૦ના પરિણામમાં ૯૮.ર૬ ટકા સાથે બેલુર વીદ્યાલય મહુવામાં ટોપ પર રહી
Next articleદામનગરમમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો