દામનગરમમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

1205

દામનગર શહેરના સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો    દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ દામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારના દર્દીએ લાભ મેળવ્યો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન  ટ્રસ્ટના વૃદ્ધો અને રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના તબીબોની સુંદર સેવા વ્યવસ્થા સવારથી જ દર્દી નારાયણોનો અવરીત પ્રવાહ ગાયત્રી મંદિર તરફ શરૂ રહ્યો  નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પને સુંદર સફળતા દામનગર શહેરના સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના વૃદ્ધો નું વાત્સલ્ય મેળવતા દર્દી માટે નેત્રનિદાન કેમ્પ યોજી જરૂરિયાત મંદ દર્દી ઓ ની સેવા કરતા ટ્રસ્ટના અગ્રણી ઓ રજીસ્ટેશનથી લઈ તપાસ સારવાર ચા પાણી અલ્પહાર દર્દી ઓ ને લાવવા લઈ જવા સુધીની સેવા પૂરી પડતા દેવચંદભાઈ આલગિયા વજુભાઈ રૂપાધડા,  બાધુભાઈ બુધેલીયા, અરવિંદભાઈ પરમાર, રવજીભાઈ માલવીયા, ભુપતભાઇ નારોલા, રવજીભાઈ નારોલા, વલ્ભભભાઈ ગજેરા ભરતભાઇ ભટ્ટ, આર કે નારોલા સહિત અનેકો અગ્રણીઓની સુંદર સેવાથી નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પને ભવ્ય સફળતા મળી હતી.

Previous articleપીપાવાવ ખાતે GHCL સામે મજુરોનું આંદોલન ૩૬મો દિવસ
Next articleબરવાળા ખાતે ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણાથી અકસ્માતનો ભય