શહેરના સુભાષનગર સ્મશાન પાસે સાંજના સુમારે બે બાઈક સવારના આઈશર ટેમ્પાના ચાલકે અડફેટે લેતાં બન્નેને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. પ્રાપ્ત વિગત મુજબ શહેરના સુભાષનગર સ્મશાન પાસે નવા બનેલા નાળા પાસે આઈશર ટેમ્પો નં. જી.જે.૧૯ ર૦૭૬ અને મોટર સાયકલ નં. જી.જે.૪ સીએલ ર૯૧૩ વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે યુવાનોને ઈજાઓ થતા સ્થાનિક લોકોએ ૧૦૮ સેવાની જાણ કરતા બન્ને ઈજાગ્રસ્તોને ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં.