શહેરના રમણીય એવા ગૌરીશંકર સરોવરના તટ પાસે આવેલ ઈસ્કોન ક્લબ ખાતે ભવ્ય નવરાત્રિ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાતમાં દિવસે ઈસ્કોન ક્લબ ગ્રુપ તથા ઘરશાળા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રભક્તિ થીમ આધારીત રાસગરબા યોજાયા હતા. આ પ્રસંગે ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, રથયાત્રા સમિતિના હરૂભાઈ ગોંડલીયા, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. જેઓને ઈસ્કોન વતી ઈસ્કોન ક્લબના મેનેજર આનંદભાઈ ઠક્કર, અગ્રણી ઉદ્યોગપતિ તથા ગ્રીનસીટીના પ્રણેતા દેવેનભાઈ શેઠએ આવકારી સન્માનિત કર્યા હતા.