વાહન વ્યવહાર કમિશનરે એક્સપાયરી ડેટના ૩૬૫ દિવસ પહેલા ઓનલાઈન અરજી દ્વારા લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા માટે સોફ્ટવેરમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી છેલ્લીઘડીએ થતી દોડધામ, એફિડેવિટ અને ટેસ્ટ ડ્રાઈવની ઝંઝટમાંથી નાગરીકોને મુક્ત મળશે.
હાલમાં ૨૦-૩૦ વર્ષ સુધીના નાગરીકને ૨૦ વર્ષ માટે અને તેથી વધુ વય ધરાવતા નાગરીકોને પાંચ- ૧૦ અને ૧૫ વર્ષ માટે લાયસન્સ અપાય છે. ૫૦ વર્ષથી વધુ વય ધરાવનારને દરપાંચ વર્ષે મેડિકલ પ્રમાણપત્રોને આધારે વાહન ચલાવવાની પરમીટ મળે છે. સામાન્ય વાહન ચાલકો સિવાય હેવી વ્હિકલના ડ્રાયવરને દર ત્રણ વર્ષે લાયસન્સ રિન્યુ કરાવવુ પડે છે. આમ, લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં મુદ્દત વિતી ગઈ હોય તેવા સંજોગોમાં વાહન ચાલકને ફરી ૬૦ સેકન્ડમાં ઢાળ ચઢાવવાથી લઈને ૧૨૦ સેકન્ડમાં રિવર્સ જેવા ટેસ્ટમાંથી પસાર થવુ પડે છે. પરંતુ, હવેથી એક્સપાયરી ડેટના ૩૬૫ દિવસ પહેલા રિન્યુ કરાવતા તેની જરૃરીયાત નહી પડે.