તા.૧૪, ૧૫ અને ૧૬ જૂન એમ ત્રિદિવીય શાળા પ્રવેશોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ૧૧ જૂને રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન સમાપ્ત થશે અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આજની મંત્રી મંડળની બેઠકમાં વિશેષ પ્રેઝન્ટેશન શરૂ કરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શાળા પ્રવેશોત્સવને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. હાલ તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય ક્ષેત્રે પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ વખતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં એકીસાથે પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. પ્રવેશોત્સવમાં વૃક્ષારોપણના કાર્યક્રમને સાંકળી લેવામાં આવ્યો છે. મંત્રીમંડળની બેઠકમાં આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પ્રેઝન્ટેશન રજૂ ક્રવામાં આવનાર છે. પ્રવેશોત્સવમાં પદાધિકારીઓની ફાળવણી અંગેના હુકમો જૂનના પ્રથમ સપ્તાહમાં કરી દેવામાં આવશે. શાળા-પ્રવેશોત્સવમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો, બોર્ડ-નિગમના ચેરમેન અને ડિરેકટરો, ધારાસભ્યો, સાંસદોને જોડવામાં આવ્યા છે. શાળા પ્રવેશોત્સવના રૂટ અને પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા, જિલ્લાવાર શિક્ષણાધિકારીઓ પાસે માંગવામાં આવી છે જે આગામી ટૂંકાગાળામાં પુરી પાડવાના આદેશો ગાંધીનગરથી થતા અધિકારીઓ કામે લાગી ગયા છે.