બેંક કર્મચારીઓ દ્વારા બે દિવસીય હડતાલનો આરંભ

1379

સમગ્ર દેશ સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં આવેલ સરકારી બેંકોના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે બે દિવસીય હડતાલનું આજથી રણશીંગુ ફુક્યું છે.

દેશના બેંક યુનિયન દ્વારા દેશની સરકારી બેંકોમાં ફરજરત કર્મચારીઓના પગારમાં માત્ર ર ટકા જેવો નજીવો વધારો કરતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ર દિવસીય હડતાલનું દેશવ્યાપી આંદોલન જાહેર કર્યુ છે. આજે પ્રથમ દિવસે અલગ-અલગ બેંકો સામે વિશાળ સંખ્યામાં એકઠા થઈ સુત્રોચ્ચાર કર્યો હતો. ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ બેંકોના કર્મચારીઓએ પણ હડતાલના પ્રથમ દિને કામકાજથી અળગા રહી નિલમબાગ સ્થિત એસબીઆઈ બેંક ખાતે એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ બે દિવસીય હડતાલના પગલે શહેર-જિલ્લામાં લાખ્ખો-કરોડો રૂપિયાના અર્થ વ્યવહારો ખોરવાશે જેની સીધી અસર આમ આદમી પર પડશે. લોકોને બે દિવસ ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

Previous articleસર્વોત્તમ ડેરી આયોજિત મહિલા માર્ગદર્શન શિબિરનું સમાપન
Next articleયુવાનની હત્યા કરનાર શખ્સની પોલીસે સત્તાવાર ધરપકડ કરી