GPSC, PSI, નાયબ મામલતદાર, ય્જીજીમ્ પરીક્ષાની તૈયારી માટે

2134

ઈતિહાસ ભાગ -૮

૨૧૧ કમ્બોજ રાજ્યનો સ્થાપક કોણ હતો?

– કમ્બુ નામનો હિંદુ મહર્ષિ

૨૧૨ વિશ્વની અજાયબી ગણાતા અંગકોરવાટ મંદિરની રચના કોણે કરાવી?

– સુર્યવર્મન દ્વિતીયે

૨૧૩ ચંપા નામના હિંદુ રાજ્યની સ્થાપના કોણે કરી?

– શ્રીમારે

૨૧૪ ગુર્જર-પ્રતિહારોનો સૌપ્રથમ નોંધપાત્ર રાજા કોણ હતો?

– નાગભટ્ટ

૨૧૫ ઉત્તર ભારતના સાંસ્કૃતિક કેન્દ્ર તરકે કઈ રાજધાની પ્રખ્યાત હતી?

– કનોજ

૨૧૬ પૃથ્વીરાજ રસો કોણે લખ્યું?

– કવિ ચંદ બરદાઇ

૨૧૭ તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ કોના હાથે હાર્યો?

– મહંમદ ઘોરી

૨૧૮ માળવામાં પરમાર વંશના સ્થાપક રાજવી કોણ?

– સિયક પરમાર

૨૧૯  મુંજે કયું બિરુદ ધારણ કર્યું ?

– પૃથ્વીવલ્લભ

૨૨૦ રુદ્રમહાલય કોણે બંધાવ્યો?

– મૂળરાજ સોલંકીએ

૨૨૧ સિદ્ધરાજ કોનો પુત્ર હતો?

– કર્ણદેવ પહેલો અને મીનળદેવીનો

૨૨૨ કોના શાસનકાળ દરમિયાન સોલંકી સત્તા સર્વોચ્ચ સ્થાને પહોચી?

– સિદ્ધરાજ જયસિંહના સમયમાં

૨૨૩ સિદ્ધહેમ શબ્દાનુશાસન ના રચયિતા કોણ હતા?

– જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્ય

૨૨૪ સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું?

– સિદ્ધરાજે

૨૨૫ ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું?

– મીનળદેવીએ

૨૨૬ ખજુરાહોના શિલ્પ સ્થાપત્ય કોના સમયમાં બંધાયા?

– ચંદેલ રાજાઓના

૨૨૭ હિતોપદેશના રચયિતા કોણ હતા?

– નારાયણ પંડિત

૨૨૮ વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી?

– રાજવી ધર્મપાલે

૨૨૯ વડનગરનું શું જાણીતું છે?

– કીર્તિતોરણ

૨૩૦ ક્યાનું સૂર્યમંદિર વિશ્વવિખ્યાત છે?

– કોણાર્કનું

૨૩૧ હિંદુ ધર્મના મુખ્ય ચાર મઠ કયા?

– બદ્રીનાથ, શ્રુન્ગેરી, જગન્નાથપુરી અને દ્વારકાપુરી

૨૩૨ આધારભૂત, તટસ્થ અને વિશ્વસનીય મુસ્લિમ લેખક કોણ ગણાય છે?

– અલ બરુની

૨૩૩ ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો?

– રાજતરંગિણી ( કવિ કલ્હણ)

૨૩૪ ત્વારીખ-એ-ફીરોઝશાહીના લેખક કોણ?

– ઝિયાઉદ્દીન બરની

૨૩૫ બાબરનામા પુસ્તક કોણે લખ્યું?

– બાબરે

૨૩૬ અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે?

– અબુલ ફઝલ

૨૩૭ શાહ્‌જહાનામાંના લેખક કોણ છે?

– ઇનાયતખાન

૨૩૮ રશિયાનો કયો પ્રવાસી દક્ષિણ ભારત આવ્યો હતો?

– અથનેસિયસ નિકિતન

૨૩૯ ભારત પર સૌથી વધુ વાર સત્તર વખત ચઢાઈ કોણે કરી હતી?

– મહંમદ ગઝની

૨૪૦ ગુજરાતનું સોમનાથ મંદિર કોણે લુંટ્યું હતું?

– મહંમદ ગઝનીએ

૨૪૧ સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો?

– સારંગધર

૨૪૨ પલ્લવ રાજાઓમાં કયો રાજા અત્યંત પરાક્રમી રાજા હતો?

– નરસિંહવર્મન

૨૪૩ દશકુમારચરિતના લેખક કોણ હતા?

– દંડી

૨૪૪ પલ્લવયુગની આગવી ઓળખ કઈ છે?

– રથમંદિરો

૨૪૫ તાન્જોરમાં કયું ભવ્ય મંદિર આવેલું છે?

– ૨૦૦ મીટર ઊંચું રાજરાજેશ્વર મંદિર

Previous articleયુવાનની હત્યા કરનાર શખ્સની પોલીસે સત્તાવાર ધરપકડ કરી
Next articleવિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે શહેરમાં નિકળેલી વિશાળ રેલી