પંચવટી સોસાયટીના બંધ રહેણાંકી મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી

968

શહેરના નારી ચોકડી પાસે આવેલ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ અને દાગીનાની ચોરી કરી લઈ ગયાની પોલીસને જાણ કરાતા પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના નારી ચોકડી પાસે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ ભુપતસિંહ સરવૈયા પરિવારના સભ્યો સાથે ઘરને તાળુ મારી પોતાના ગામ ગયા હતા તે વેળાએ કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી તાળા-નકુચા તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલ રોકડ રૂપિયા અને દાગીના મળી એકાદ લાખ રૂપિયાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવની જાણ વરતેજ પોલીસને કરાતા પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ બનાવ અંગેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.

 

Previous articleજળસંચય અભિયાનની દુરોગામી અસર જોવા મળશે : મંત્રી રાદડીયા
Next articleઆડોડીયાવાસમાંથી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલી કારને ઝડપી લીધી