ગોંડલ પોલીસ મથકમાં એક વર્ષ પૂર્વે નોંધાયેલ ગુનામાં ફરાર કાળાનાળા વિસ્તારના શખ્સને આર.આર. સેલની ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઈન્ચાર્જ પીએસઆઈ બી.એસ. મકવાણા તથા સ્ટાફનાં હેડ.કો. ગંભીરસિંહ. ડી. ચુડાસમા, પો.કો. ઉમેશભાઇ સોરઠીયા, પો.કો. અરવિંદભાઇ પરમાર, ડ્રા.પો.કો. સામંતભાઇ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ફરતાં ફરતાં રાધામંદિર ચોક પાસે પહોંચતાં સાથેનાં પો.કો.ઉમેશભાઇ સોરઠીયા તથા હેડ.કો.ગંભીરસિંહ ચુડાસમાની સંયુકત બાતમી રાહે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ઇ.પી.કો.કલમ ૫૦૭.વિ.મુજબનાં ગુનાનાં કામે નાસતો ફરતો આરોપી ગોપીચંદભાઇ ઉર્ફે ગોપી. ભજનલાલ જા.સિંન્ધી રહે ભાવનગર કાળાનાળા ઉપરકોટ વાળો હાલ ભાવનગર માફક પાનવાળા ખાંચા પાસે રોડ ઉપર ભુરો અડધી (હાફબાયનો) લાઇનીંગ શર્ટ તેમજ કોફી(કથાઇ) કલરનું પેન્ટ પહેરેલ ત્યા ઉભો છે તેમ હકિકત મળતા તુરંતજ હકિકત વાળી જગ્યાએ પહોંચતાં બાતમી મુજબનાં વર્ણન વાળો ઇસમ હાજર મળી આવતાં ઈસમને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ.