ઢસાગામમાં આવેલ માતંગી ઝેરોક્ષના માલિક સેવાભાવી હિતેશભાઈ પંડયા દ્વારા ચકલીના માળા તેમજ કુંડાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
પંક્ષી માટે રહેવા ઘર અને પીવા માટે પાણી મળી રહે તેવા હેતું થી આજરોજ તેમની સ્ટેશન રોડ પર આવેલ માતંગી ઝેરોક્ષ ની દુકાન ખાતે એક સ્ટોલ બનાવી એક સેવા કાર્ય કરવામાં આવ્યું હતું .જે ખરેખર એક ઉતમ કાર્ય થય રહું છું. ત્યારે ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી રહેવા માટે ઘર મળી રહે તેવા ઉતમ હેતુ સાથે પક્ષી ઘર તેમજ કુંડાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ઢસા તથા ઢસા આજુબાજુના લોકો દ્રારા મસ્ત મોટો લાભ લેવામાં આવ્યો હતો.