બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે આજે વિશ્વ તમાકુ દિવસ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશ દ્વારા વિશાળ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા તમાકુ ખાવાથી દરોજના હજ્જારો માણસોના મૃત્યુ થતા હોય છે ત્યારે આજનો યુવાન તમાકુ ના વ્યસન વગર નો યુવાન બને અને ભારત દેશ ને વ્યસન મુક્ત બનાવવામાં સહભાગી બને તે હેતુથી આજે નાગનેશ ખાતે બાળકોએ વિશાળ રેલી કાઢી હતી આ રેલીમાં તમાકુ ખાવાથી થતી શરીર માં થતા રોગો વિશેના અનેક સુત્રોચ્ચાર કર્યા હતા
આ રેલી ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાગનેશના મેડીકલ ઓફિસર ડો.જાકીરહુશેન સૈયદ દ્વારા પ્રસ્થાન કરાવવામા આવ્યુ હતુ અને રેલી મુખ્ય રસ્તાઓ ઉપર ફરી હતી.ઉપરાંત ડો.જાકીરહુશેન સૈયદ દ્રારા મીઝલ્સ રૂબેલા કેમ્પેઈન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ૭ માસ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને ૧૫ જુલાઈ થી મીજલ્સ રૂબેલા રસીકરણ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા હેલ્થ સુપરવાઈઝર મોહસીન સુતારે જહેમત ઉઠાવી હતી.