સરકારમાં પ્રતિનિધિત્વ જળવાય તે માટે પ્રજાપતિ સમાજ કાર્યરત થયો

861
bvn2892017-12.jpg

આગામી દિવસોમાં ચુંટણી આવી રહી છે ત્યારે તમામ સમાજ ના લોકો તેના સમાજનું પ્રતિનિધિત્વ સરકારમાં જળવાય અને સમાજના પ્રશ્નો હલ થાય તે માટે કાર્યરત થયો છે . 
પ્રજાપતિ સમાજ કે જેના અનેક પ્રશ્નો વર્ષોથી પડતર છે અને જેને અનેક વાર સરકાર સામે રજુ કરવા છતાં તેનો કોઈ નિકાલ નથી આવ્યો ત્યારે આજે ભાવનગર ખાતે પ્રજાપતિ સમાજ મોટી સંખ્યા માં એકઠો થયો હતો અને રેલી સ્વરૂપે માં રાજપરા ખોડીયાર ના દર્શનાથે પહોચ્યો હતો અને માં ના ચરણો માં પ્રશ્નોના નિકાલ માટે પાર્થના કરી આગામી રણનીતિ તૈયાર કરવા મીટીંગ યોજી હતી.
પ્રજાપતિ સમાજ કે જેની વર્ષોથી અનેક સમસ્યા નું નિરાકરણ આ સરકાર લાવતી નથી અને સરકાર માં તેમના પૂરતા પ્રતિનિધિ ને સ્થાન નથી આપતી ત્યારે હવે આ સમાજ એકત્રિત થઇ અને આજે માં રાજપરા ખોડીયાર ના સાનિધ્યમાં પહોચ્યો છે. 
ભાવનગર થી એક મોટી રેલી જેમાં કાર-સ્કુટર-બગી અને લોકો ચાલતા ખોડીયાર જવા રવાના થયા હતા .જ્યાં સમાજના લોકો સાથે મળી માં ખોદીયારના દર્શન કરી તેને તેના પડતર પ્રશ્નો નો વહેલી તકે ઉકેલ આવે તે માટે પ્રાર્થના કરશે તેમજ સમાજના લોકો ની એક મીટીંગ મળશે જેમાં આગામી સમયમાં આવનારી ચુંટણી પર્વે સમાજની ભૂમિકા નક્કી કરશે .
પ્રજાપતિ સમાજ પણ આવનારી ચુંટણી માં ૨૦ બેઠક પર તેમના સમાજના પ્રતિનિધિ માટે ટીકીટ ની માંગ કરી રહ્યો છે તેમજ તેમના સમાજના જરૂરી પડતર પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે. 

Previous articleબોરડામાં નવરાત્રિ દરમ્યાન ભજવાતા ભવાઈના કાર્યક્રમોથી ભાવિકો તરબોળ
Next articleઠાકોર સમાજ દ્વારા જનાદેશ સભા યોજાઈ