ધો.૧૨ સામાન્ય પ્રવાહનુ ૫૫.૫૫% પરિણામ જાહેર

1088

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ આજે સવારે ભારે ઉત્સુકતા વચ્ચે ૫૫.૫૫ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ૫૦૫ કેન્દ્રો અને પેટાકેન્દ્રો પરથી લેવામાં આવેલી પરીક્ષામાં ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ મળીને પરિણામ ૫૫.૫૫ ટકા રહ્યુ છે. આ વખતે ડાંગ જિલ્લાનુ પરિણામ સૌથી ઉંચુ ૭૭.૩૨ ટકા રહ્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટા ઉદયપુર જિલ્લાનુ રહ્યુ છે. સામાન્ય પ્રવાહના ૪૬૨૮૯૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૫૫૬૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જે પૈકી ૨૫૨૯૫૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.સામાન્ય પ્રવાહમાં પરિણામની ટકાવારી ૫૫.૫૨ રહી છે. આવી જ રીતે વ્યવસાયલક્ષી પ્રવાહમાં ૧૧૮૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧૧૮૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જે પૈકી ૬૧૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પરિણામ ૫૨.૨૯ ટકા રહ્યુ છે. ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ૩૦૧૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૩૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. આમાંથી ૧૮૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ ૬૧.૨૭ ટકા રહ્યુ છે. ત્રણેય પ્રવાહના કુલ ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૫૯૮૦૬ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંથી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજે પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ સૌથી ઉંચુ પરિણામ ધરાવતુ કેન્દ્ર નાનપુર બ્લાઇન્ડ (સુરત) રહ્યુ હતુ. જેનુ પરિણામ ૧૦૦ ટકા રહ્યુ છે. આ વખતે સામાન્ય પ્રવાહમાં ૨૦૬ સ્કુલોનુ પરિણામ ૧૦૦ ટકા રહ્યુ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સવારે જાહેર કરી દેવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા દેખાઇ હતી. અત્રે નોંધનીય છે કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરાયું હતું જ્યારે ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ ૨૮મી મેના દિવસે જાહેર કરાયું હતું. હવે આજે સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ પણ જાહેરકરવામાં આવ્યુ હતુ. લાખો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા દેખાઈ રહી હતી. પરિણામ સવારે આઠ વાગે બોર્ડની વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ તેમના પરિણામને જોવા લાગી ગયા હતા. આવી જ રીતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ ૨૮મી મેના દિવસે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ હતુ. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ હતું. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ હતું. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ હતું. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.ધોરણ ૧૦માં જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ હતું. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા માર્ક મેળવી લેનાર સ્કુલોની સંખ્યા ૩૬૮ રહી હતી. આવી જ રીતે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૫.૧૬ ટકા રહ્યુ હતું. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૯૦.૧૨ ટકા રહ્યુ હતું.
આવી જ રીતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા જાહેર કરવામાં આવ્યુ હતું. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

સેમેસ્ટર પ્રથાને રદ કરવામાં આવ્યા બાદ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનુ પરિણામ પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ હતું. અમદાવાદ શહેરનુ પરિણામ ૭૫.૨૪ ટકા જાહેર કરાયું હતુ. અમદાવાદ જિલ્લાનુ પરિણામ ૮૨.૧૭ ટકા જાહેર કરાયું હતુ. સામાન્ય પ્રવાહનુ પરિણામ આ વખતે પણ વધારે ઉંચુ રહ્યુ નથી જેથી વાલીઓમાં આને લઇને ચર્ચા જોવા મળી હતી. સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો તેમાં એવન ગ્રેડ મેળવનારની સંખ્યા ૪૫૧ રહી છે. જ્યારે વ્યવસાયલક્ષીમાં કોઇ પણ વિદ્યાર્થીને એવન ગ્રેડ નથી. આવી જ રીતે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં કોઇ વિદ્યાર્થીને એવન ગ્રેડ મેળવી લેવામાં સફળતા મળી નથી. એકંદરે પરિણામની વાત કરવામાં આવે તો નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૧૧૬૮૬ રહી છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૯૯૩૬ રહી છે. પ્રવાહવાર ગ્રેડવાર પરિણામ પર નજર કરવામા ંઆવે તો તમામ ચિત્ર ચિત્ર સ્પષ્ટ થાય છે.

Previous article૮૪ સફાઈ કામદારોને વર્ષોથી ૭ની બદલે ૪ હજાર પગાર ચુકવતા હતા
Next articleહું નથી ઝ્રસ્ની રેસમાં : મનસુખ માંડવિયા