શહેરના સુભાષનગર શિવાનંદ આશ્રમ પાસેથી બાઈક પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સોએ મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા એસઓજી ટીમે નેત્ર કેમેરાની મદદથી બે સગીર સહિત ૩ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ગઇકાલ તારીખ ૩૦/૦૫ના રોજ ફરીયાદી હંસાબેન અશોકભાઇ લાલજીભાઇ ચૌહાણે એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતે પગપાળા ચાલીને સુભાષનગર, શીવાનંદ આશ્રમ ચાલીને જતા હતા અને બેન્ક ઓફ ઇન્ડીયા પાસે પહોચતા તે વખતે એક મો.સા. ઉપર ત્રણ ઇસમો આશરે ૨૦ થી ૨૫ વરસના આવેલા અને જેઓએ મોઢે રૂમાલ તથા માસ્ક પહેરેલ હતા અને તેઓ નજીક આવી મો.સા. ધીમુ પાડી પોતે ગળામાં પહેરેલ સોનાનો ચેઇન મો.સા.માં વચ્ચે બેઠેલ ઇસમે ખેંચી લઇ જઇ મો.સા. સ્પીડમાં ચલાવીને ભાગી ગયેલ છે તેવી ફરીયાદ કરતા ઘોઘારોડ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ ૩૫૬, ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ જે આગળની તપાસ ઘોઘારોડ પો.સ્ટે.ના આસી.સબ ઇન્સ.એમ.ડી.દવે ચલાવી રહ્યા છે.
ઉપરોક્ત ગુન્હાનો ભેદ શોધી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે સુચના કરેલ હોય જે સુચના અન્વયે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ ડી.ડી.પરમાર તથા નૈત્રની ટીમે ટેકનીકલ પાસાઓનો અભ્યાસ કરી ચેઇન સ્નેચરોના સી.સી.ટી.વી. ફુટેજ મેળવીને તપાસ કરતા હતા દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યાની સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે ત્રણેય ચેઇન સ્નેચરો મો.સા. નંબર જીજે ૪ સીએસ ૫૨૧૫નુ લઇને માલધારી સોસાયટી થી સરદારનગર સર્કલ તરફ લુંટ કરેલ મુદ્દામાલ વેચવા નીકળેલ છે જેથી તુરત સરદારનગર સર્કલ ખાતે વોચમાં રહેતા ઉપરોકત ઇસમો આવતા આરોપી ખુશાલસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ.૨૬ રહે. ભરતનગર, સીંગલીયા રૂમ નંબર ૪૩૮ ભાવનગરવાળા તથા અન્ય બે સગીરોને પકડી પાડી તેઓની પાસેથી લુંટમાં ગયેલ સોનાનો ચેઇન કિ.રૂ.૩૨,૦૦૦/- તથા સ્પલેન્ડર મો.સા.કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ.