ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળની રોગચાળા નિયંત્રણ શાખા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે અવેરનેસ રેલી નું આયોજન થયુ હતું. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા રેલીને લીલીઝંડી દેખાડી પ્રસ્થાન કરાવાયું હતું.
ઉપરાંત ઘ-૫, ઘ-૬ તથા ઇન્ફોસિટી વિસ્તારમાં ડ્રાઈવ યોજીને ૧૬ હજારનો દંડ વસૂલ્યો હતો. વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિતે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી સુધી વ્યસન મુક્તિ રેલી તથા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ૩૫ ટીમોએ સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન, બેન્ક તથા જાહેર સ્થળોએ સર્ચ કરી જાહેરમાં ધ્રુમપાન કે તમાકુનું સેવન કરતા ૯૭ લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રૂ.૧૬,૨૦૦ નો દંડ વસુલ્યો હતો
વિશ્વમાં તમાકુ તથા ધ્રુમપાનના સેવનના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે વિશ્વને તમાકુના સેવનથી મુક્ત કરવા માટે ૩૧મી માર્ચના રોજ નો ટોબેકો દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વ નો ટોબેકો દિવસ નિમિતે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા લોકમાં વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવવાના હેતુથી સવારે ૧૦ કલાકે જિલ્લા પંચાયત થી કલેકટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. જિલ્લા પંચાયત ખાતે તમાકુ મુકિત અભિયાન અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ કર્મચારી તથા પોલીસ વિભાગના કર્મચારી એમ કુલ મળી ૧૬૨ જટેલાં કર્મચારીને તમાકુથી થતા વિવિધ રોગ બાબતે માહીતી આપાવમાં આવી હતી. જિલ્લાની સરકારી કચેરીઓ, બેન્કો, પોલીસ સ્ટેશન તથા ઘ-૫, ઘ-૬ તથા ઇન્ફોસીટી જેવી જાહેર જગ્યાઓ પર આરોગ્ય વિભાગની ૩૫ ટીમોએ સર્ચ હાથધરી જાહેરમાં તમાકુ કે ધ્રુમપાનનું સેવન કરતા ૯૭ લોકોને ઝડપી પાડયા હતા. તેમની સામે ટીમોએ દંડનીય કાર્યવાહી કરી રૂ. ૧૬,૨૦૦ નો દંડ વસુલ્યો હતો. ઇન્ફોસીટીમાં સબ્વે રેસ્ટોરન્ટ તથા ઘ-૫ પાસે સેકટર-૧૬માં પુરુષાર્થ સર્જીકલ હોસ્પિટલ જાહેરમાં તમાકુ કે ધ્રુમપાનનું સેવન કરતાં લોકો સાથે ભારે ચકમક ઝર્યા બાદ આરોગ્ય વિભાગની ટીમોએ પોલીસ પંચનામાની કાર્યવાહી હાથ ધરતાં અંતે આ લોકોએ દંડ ભર્યો હતો.