વિનામુલ્યે ચકલીનાં માળાનું વિતરણ

1065

ઢસા ગામમાં આવેલી માતંગી ઝેરોક્ષનાં માલિક એવા સેવાભાવી હિતેશભાઈ પંડ્યા દ્વારા ચકલીના માળા તેમજ કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પક્ષી માટે રહેવા ઘર અને પીવા માટે પાણી મળી રહે તેવા હેતુથી આજરોજ તેમની સ્ટેશન રોડ પર આવેલ દુકાન ખાતે એક સ્ટોલ બનાવી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી રહેવા માટે ઘર મળી રહે તેવા ઉત્તમ હેતુ સાથે પક્ષી ઘર તેમજ કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. ઢસા તથા ઢસા આજુબાજુના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.

Previous articleવિશ્વ-તમાકુ દિવસ નિમિત્તે રેલી, દંડનીય કાર્યવાહી
Next article‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ