રાજુલામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરીને ૧૪ લાખની રકમ ગૌશાળામાં આપી

1032

રાજુલા બાલક્રિષ્ના વિદ્યાલય ખાતે લાખણોત્રા આહીર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણ આહુતી વખતે વિધ વિધ ધાર્મિક સ્થળો તેમજ ગાય માતા માટે જ રૂા.૧૪ લાખનું દાન તેમજ બારોટના ચોપડે નામ જોડાશે તેમજ હોડીવાળી ખોડીયારે ૨૦ લાખનું દાન અપાયું.

હોડવાળી ખોડીયાર મંદિરની ગૌશાળા તેમજ સમશાનમાં વોટર કુલર ચબુતરો સહિત ગૌશાળામાં ૨૦ લાખ જેટલી માતબર રકમના દાન આપી અને અન્ય સમાજને ભારતીય સંસ્કૃતિ હીન્દુ સંસ્કૃતિની જાખી પ્રેરણાદાયક કરાવેલ તેમજ આવતી કાલે એટલે આજે તા.૨-૬-૨૦૧૮ શનિવારે સવારે લાખણોત્રા પરિવારના બારોટ દેવ હીડોરડા દેવકા, અને હડમતીયાથી પધારી ભાગવત પરીયા દેવના વિધીવત સામૈયા કરી આહીર લાખણોત્રા પરીવારની નામકરણ વિધી ધામધૂમથી કરાશે તેમજ ગત રાત્રીએ યોજાયેલ માયાભાઈ આહીર અને બીરજુભાઈ બારોટનો સંતવાણી કાર્યક્રમ જોરદાર રીતે ઉજવાયો આ બાબતે સાત દિવસ ખડેપગે રહી આવનાર મહાનુભાવોના સન્માન સ્વાગત અને કોઈને પણ પ્રસાદ લીધા વિના ન જવા દેવા તેવી હાંકલ શાસ્ત્રી રણછોડભાઈ કાનજીભાઈને જે.બી. લાખણોત્રાના સુચન મુજબ કરાતી હતી અને પરિવારમાં જેબી ભાઈ ખુદ તેમજ સાર્દુળભાઈ લાખણોત્રા, દિનેશભાઈ નંદાણીયા નથુભાઈ સોલંકી મહેશભાઈ જોટંગીયા જયેશભાઈ રામ સહિત સેવા બજાવેલ તેમજ આજે અમરૂભાઈ બારોટ દાદાભાઈ બારોટ હરદાન ભાઈ બારોટ દેવકુભાઈ બારોટ નાગભાઈ બારોટ સર્વ બારોટ સમાજવતી શાસ્ત્રી રણછોડભાઈ કાનજીભાઈ આચાર્યનું શાકહારથી સન્માન કરેલ.

Previous articleરાજુલા શહેરને પાણી પુરૂ પાડવા માટે ખેડૂતોએ પોતાના કુવાનું પાણી આપ્યું
Next articleરાજુલાનાં ખાખબાઈ ગામે ગ્રામસભાનો વિરોધ કરાયો