રાજુલાનાં ખાખબાઈ ગામે ગ્રામસભાનો વિરોધ કરાયો

2129

રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ માત્ર ત્રણ કીલોમીટરના અંતરે વચ્ચે ઘાણો નદી અને ધાતરવપડી નદીના નવા પુલ બનાવવા આજાદી પછીથી આજ સુધી ગ્રામસભાઓમાં જે તે સરપંચો ગ્રામજનો દ્વારા અને હાલની પંચાયત બોડી સુધીના કરેલ નવા પુલ બનાવવા કરેલ ઠરાવોનો ઉલાળીયો કરતું તંત્ર અને રાજ્ય સરકારની સામે આજે ગ્રામજનો દ્વારા અતિ રોષ ફાટી નીકળ્યો છે જેમા હાલના સરપંચ નાથાભાઈ મુળુભાઈ કળસરીયા તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા કરશનભાઈ એભાભાઈ કળસરીયા ઉપ સરપંચ નાગજીભાઈ ભોળાભાઈ કાતરીયા સદસ્ય સામતભાઈ પુનાભાઈ જાલોધરા સદસ્ય ભાયાભાઈ ભાણાભાઈ રાઠોડ નાજાભાઈ વાઘાભાઈ નકુમ જાદવભાઈ નાથાભાઈ હડીયા સવાભાઈ બુધાભાઈ ભરવાડ તથા ગામ આગેવાનોમાં અરશીબાઈ એભાભાઈ કાતરીયા પીટાભાઈ પુનાભાઈ કળશરીયા સહિત આખા ગામના ગ્રામજનોની સર્વ સંમતિથી આજની રાખેલ ગ્રામ સભામાં તાલુકા પંચાયત કચેરીથી આવેલ અદિકારી વેગડાભાઈને આજની ગ્રામસબાનો નવા બનાવવા બે પુલ જે આજ સુધી તંત્ર કે રાજ્ય સરકારે આંખ આડા કાન કરતા ગ્રામજનોને ચોમાસામાં પડતી હાલાકી કેવી કે રાજુલાથી ખાખબાઈ માત્ર ૩ કે ૪ કિલોમીટર હોવા છતા ગામ રાજુલાની વિખુટુ દર વર્ષે પડી જાય છે અને ફરી ફરીને રાજુલાથી ખાખબાઈ ને ૨૦ કીલોમીટરનો રન થાય છે અને તેમાય કોઈ અકસ્માત કે ઈમરજન્સી દવાખાને દર્દી કે પ્રસુતી માટે બહેન દીકરીઓને જીવના જોખમે ફરી ફરીને રાજુલા પહોચતા ક્યારેક મોતને પણ ભેટવાનો વારો આવે છે તેમજ ૫ હજારની વ્સતીના ગામમાં દરરોજ અભ્યાસાર્થે ૨૫૦ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. અને તેને ચોમાસામાં બબ્બે નદીઓ ઘાણો અને ધાતરવડી નદીના ધસમસતા પાણીનો સામનો જીવના જોખમે કરવો પડે છે. અને ૨ વર્ષ પહેલા ત્રણ વિદ્યાર્થીઓ ભુદેવ સમાજના બાળકો આ ઘાણા નદીમાં પડી મોતને ભેટેલ આ તમામ બાબતો માટે રાજ્ય સરકાર અને તંત્ર જવાબદાર છે અને આજ ઘાણો નદી નો પુલ મંજુર પણ થઈ ગયેલ છે. પણ ખાખબાઈ ગામ સાથે ઓરમાયુ વર્તન કેમ ? તેવો ગંભીર સવાલ ઉઠવા પામેલ છે અને તેનો જવાબ ૨૦૧૯ની ચૂંટણીનો પણ બહીષ્કાર થશે એટલુ નહી પણ ગામના સગા સંબંધીઓ જે તે ગામોમાં રહે છે તેની ૯૮ વિધાનસભામાં અસર પડશે તે બાબતની તંત્ર તથા રાજ્ય સરકાર ગંભીર નોંધ લયે આ બાબતે સમસ્ત ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરીથી આપેલ અધિકારી જી.આર. જીજંળાને સમસ્ત ગ્રામજનો વતી સરપંચ નાથાભાઈ બાબરીયા ઉપ સરપંચ નાગજીભાઈ કાતરીયા જાગૃત નાગરીક અને સદસ્ય બુઝુર્ગ આગેવાન સામતભાઈ જાલોધરા તેમજ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા કરશનભાઈ કલસરીયા ગ્રામ સભાના બહીષ્કાર લેટર સુપ્રત કરેલ.

Previous articleરાજુલામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરીને ૧૪ લાખની રકમ ગૌશાળામાં આપી
Next articleદર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા પાલીતાણાનાં ખાનગી હોસ્પિ. સંચાલકો