મોબાઈલ પર તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝપટે ચડ્યા

1384
bvn2892017-6.jpg

ગારિયાધારના શિવેન્દ્રનગર (વદર) ગામે મોબાઈલ ફોન પર ઓનલાઈન તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા છ પત્તાપ્રેમીઓને ગારિયાધાર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી મોબાઈલ, ડોંગલ અને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગારિયાધારના શિવેન્દ્રનગર (વદર) ગામે ઓનલાઈન મોબાઈલ પર તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા અશોક ભવાનભાઈ નાવડીયા, અમીત ધીરૂભાઈ નાવડીયા, પ્રકાશ ધીરૂભાઈ નાવડીયા રે.ડમરાળા, પંકજ જમાલભાઈ ભટ્ટી, આરીફ જમાલભાઈ ભટ્ટી રે.વદર અને શકિલ યુસુફભાઈ ગોરી રે.માસીયાળા, જી.અમરેલીવાળાને ગારિયાધાર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડા રૂા.૩૧૦૦, ૩૮ મોબાઈલ કિ.રૂા.૧,૮૬,૦૦૦ એક જીયોનું ડોંગલ મળી કુલ રૂા.૧,૯૦,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ ૧ર (અ) મુજબ ગુનો નોંધી લોકઅપ હવાલે કરી દીધા હતા.

Previous articleઅણુમથકનો વિરોધ મુળભુત યોજના સંબંધે વાસ્તવિક્તાની અજ્ઞાનતા છે : પરમાણુ સહેલી
Next articleમોટી પાણીયાળી ગામેથી દારૂ સાથે શખ્સ ઝડપાયો