બંદર કામદારોને રોજગાર બંદરોનો વિકાસ, ઝુપડપટ્ટીઓને કાયદેસર કરવા ઘરવેરાનાં બીલો રદ કરવા નારી વસાહતીઓને કબ્જો આપવા, રેશનશોપ પરથી કેરોસીન અનાજ આપવા સહિતની માંગણીઓ સંદર્ભે લાલવાટા દ્વારા આજે મોતીબાગ ખાતે સંમેલન યોજી વિશાળ રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમા આગેવાનો તથા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.