બડાઉદાસીન ભ્રમણ શીલ જમાતનું સેવારામ આશ્રમમાં થયેલું આગમન

879

ભાવનગરના ઘોઘાસર્કલ ખાતે આવેલ સેવારામ આશ્રમમાં આજે પંચાયતી અખાડા બડા ઉદાસીન ભ્રમણ શીલ જમાતનું આગમન પૂજ્ય શ્રી શ્રી રઘુમુની મહારાજની આગેવાનીમાં થયું છે. આમ તો હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા છેલ્લા ૪પ૦ વર્ષથી આ અખાડાના સંતો ભારત ભરમાં ભ્રમણશીલ કરી રહ્યાં છે. જેને સંત ભાષામાં જમાત કહેવામાં આવે છે. આ જમાત ગુજરાતમાં દર બાર વર્ષે આવે છે. આજે સવારે તેઓ ઘોઘાસર્કલના સેવારામ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ પૂજ્ય કમલાબેન દ્વારા સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જમાત અહીં સોમવાર સુધી રોકાશે. ભાવનગરના ભક્તજનોને દર્શન કરવા માટે સેવાશ્રમ મંદિર તરફ અનુરોધ કરાયો છે. અહીં દરરોજ સવારે પ કલાકે તેમજ ૭ કલાકે મહાઆરતીનું આયોજન સંતોની ઉપસ્થિતિમાં કરશે તેનો પણ લાભ લેવા ભક્તજનોને જણાવાયું છે.

Previous articleઢસામાં વિશ્વ તમાકુ વિરોધી દિન નિમિત્તે રેલી
Next articleમાંદગીના બીછાને આળોટતી સર.ટી.હોસ્પિ.ની સારવાર કોણ કરશે ?