ઘોઘા તાલુકામાં જીપીસીએલ સામે ચાલતા આંદોલનમાં બાડી ગામમાં પ્રતીક ધરણામાં દરેક ગામના ૫ પ્રતિનિધી મુજબ આજે ૧૦૦ ખેડુતો ધરણામાં બેઠા છે.
આંદોલન ૭ મહિનાને ૫ દિવસ જેટલા લાંબા સમયથી ચાલતા આંદોલન છતાં સરકારની આંખ ઉઘડતી નથી સરકાર ખેડુતોની કોઈ વાત સાંભળવા તૈયાર નથી ખેડુતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે.
હકની લડાય માંગણી નહી સંતોષાય ત્યાં સુધી ચાલુ રહેશે આજે ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ નિલદીપસિંહ ગોહિલ તાલુકા પંચાયત પ્રમુખ ભોળાભાઈ કંટારીયા જીતેન્દ્રભાઈ બાલધિયા, રવિરાજસિંહ ગોહિલ સહિત આગેવાનોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.