૧ સિંહ, ૧૦ નિલગાયના કુવામાંથી મૃતદેહ મળ્યા

1925

સાવરકુંડલા તાલુકાના લીખાળા રેવન્યુ વિસ્તારમાં આજરોજ એકીસાથે દસ નીલગાય અને એક નર સિંહનો મૃત દેહ ખુલ્લા કુવામાંથી મળી આવતા અરેરાટી ફેલાઈ હતી અને તમામ સિંહ સહીતના વન્ય જીવો વીજ શોક લાગવાને કારણે મૃત્યુ પામ્યા હોય નું પ્રાથમિક ત્રણ સેવાઈ રહ્યું છે. લીખાળા ગામ નજીક જયસુખ નનુ સાવલિયાની વાડી આવેલી છે જે વાડીની આસપાસ ના ૧૧૦ વિઘામાં સરકારની તારફેન્સીંગની સ્કીમ મુજબ ફેન્સીંગ કરેલું છે જેથી આ ૧૧૦ વિઘામાંની વાડી ફરતે તારફેન્સીંગ બાંધેલી છે ત્યારે અહી આજરોજ સાવરકુંડલા વન વિભાગના આરએફઓ કપિલ ભાટિયાને માહિતી મળી હતી જેમાં ખુલ્લા કુવા માં સિંહ સહીત નીલગાય મૃત હાલત માં તરી રહ્યા છે જેથી કપિલ ભાટિયા અને ફોરેસ્ટ ઓફિસર પ્રતાપ ચાંદુ દ્વારા ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી જેમાં શંકા જણાતા ડોગ સ્કોડ અને એફ એસ એલ સાસણ ની ટીમ ને બોલાવી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં વાડી ફરતે ડોગ સ્કોડ અલગ અલગ જગ્યા પર શંકા જતા અહી તપાસ હાથ ધરાઈ હતી જેથી અહી તાર આસપાસ વાળ તેમજ રુંવાટી વન્ય જીવો ની મળી આવી હતી જેની એફ એસ એલ ની ટીમ દ્વારા તપાસ કરી આ અંગે પુરાવા લેવાયા હતા ત્યારે હાલ પ્રાથમિક તપાસ મુજબ વીજ શોક લાગવાને કારણે એક સિંહ અને ૧૦ નીલગાય ના મોત થયા હોવાનું તારણ છે તેથી અહીના વાડી માલિકને હાલ વન વિભાગ  દ્વારા પૂછપરછ થઇ રહી ત્યારે તમામ રીપોટ આવ્યા બાદ જ સાચી માહિતી ખુલશેનું હાલ સ્થાનિક તંત્ર જણાવી રહ્યું છે અને દિવસભરના રેસ્ક્યુ બાદ અહી ખુલ્લાકુવામાંથી સિંહ તેમજ અન્ય વન્યજીવોને મહા મહેનતે બહાર કઢાયા હતા જે રેસ્ક્યુમાં અમરેલી વન વિભાગનો સ્ટાફ સાવરકુંડલાના નોર્મલ રેંજના કપિલ ભાટિયા,  પ્રતાપ ચાંદુ, ચાવડાભાઈ, સાગરભાઈ હુસેનભાઈ, ભીમજીભાઈ, પુરોહીતભાઈ, ગીર પૂર્વના જસાધાર રેસ્ક્યુ સ્ટાફ, ધારીના ડીએફઓ સકીરા મેડમના માર્ગદર્શન હેઠળ જોડાયા હતા.

Previous articleસાયન્સમાં બે વિષયની અને સામાન્ય પ્રવાહમાં એક વિષયની પૂરક પરીક્ષા લેવાશે
Next article૧૦૮ સેવાની સરાહનિય કામગીરી