શહેરના ગંગાજળીયા તળાવમાં એક માનવ લાશ તરે છે તેવી જાણ ગંગાજળીયા પોલીસને થતા તુરંત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ ફાયર સ્ટાફે લાશને બહાર કાઢી પોલીસે તપાસ કરતા તિલકનગરના દેવીપૂજક શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના તિલકનગરમાં રહેતા દેવીપૂજક આધેડ રસીકભાઈ રામજીભાઈ સોલંકી (ઉ.વ.પ૦) જેઓ શાકભાજીની લારી ભરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ ઘણા સમયથી બિમાર હોવા છતા દરરોજ લારી ભરતા હતા. આજે સવારે શાકમાર્કેટ જવા ઘરેથી નિકળ્યા હતા પરંતુ શાક માર્કેટ પહોંચ્યા ન હતા. દરમ્યાન તળાવમાં એક માનવ લાશ તરતી હોવાની જાણ ફાયરબ્રિગેડ અને ગંગાજળીયા પોલીસને કરતા તુરંત ફાયરસ્ટાફ દોડી જઈ લાશને તળાવમાંથી બહાર કાઢી હતી અને પોલીસે તપાસ કરતા તિલકનગરના રસીકભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે લાશનો કબ્જો લઈ જરૂરીકેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.