ગાંધીનગરના સેકટર – ૩૦ ના શોપીંગમાં અચાનક આગ ફાટી નિકળતા શોપીંગની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી જેમાં બે નાગરિકો ગવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાજર રહેલ વ્યક્તિઓના જણાવ્યા મુજબ એસીમાં ધડાકા સાથે આગ લાગી હતી જે પાછળથી બધે ફેલાઈ હતી.
આમ શોટસર્કીંટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ફાયર બ્રિગેડને જાણ કરતાં કાફલો તાત્કાલિક ધસી ગઈ આગ પર કાબુ મેળવ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
કેટલું નુકશાન થયું તેનો હાલ કોઈ અંદાજ કાઢવામાં આવ્યો નથી. પરંતુ માલસામાન અને દુકાનનો ઘણોખરો સામાન સળગી જવા પામ્યો હતો.