ભારતીય જનતા પાર્ટીનું પ્રબુધ્ધ નાગરિક સંમેલન આજરોજ ગાંધીનગર સેકટર – ૧૭ માં આવેલ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે યોજાયેલ હતું. જેમાં જિલ્લા પ્રમુખ મૌલેશ શાહ, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલે માર્ગદર્શન કર્યું હતું. આગામી ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીની તૈયારી રૂપે જુદા જુદા સંવર્ગોને કામ સોંપવામાં આવી ગયું હોવાથી જોરશોરથી જુદા જુદા એકમો કામે લાગ્યા હતા તે પૈકી પ્રબુધ્ધ સંમેલન પણ યોજનામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રબુધ્ધોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.