રાજુલાના ગોકુલનગર તેમજ રેનબોના કોટેશ્વર મંદિરના પટાંગણમાં અધિક માસ પર્વે બહોળી સંખ્યામાં મહિલાઓ દ્વારા દર ત્રીજા વર્ષે આવતા અધિક માસ માં ગૌરી પુજન ભકિત રસનો માહોલ છવાયો
રાજુલાના પ્રખ્યાત ગણેશ મંદિર તથા ભુરીયા હનુમાનજીના પટાંગણમાં તેમજ રેઈન્બો સોસાયટીના પ્રખ્યાત કોટેશ્વર મહાદેવ મંદીરના વીશાળ પટાંગણમાં રાજુલાના મહિલાઓ દ્વારા દર ત્રણ વર્ષે આવતા અધિક માસ મહાપર્વ નિમિત્તે આખો મહીનો તમામ ૧ ટાણા કરી ભગવાન વિષ્નુ અને ગૌરી માતાને પ્રાર્થના કરે છે કે અમારા વીસ્તારમાં નહી પણ સમગ્ર સૃષ્ટીમાં મેઘરાજાની ખુબ સારી રીતે વરસે અને નદી તળાવો કુવાઓ પાણીથી છલકાઈ જાય અને મારો ભારત દેશ હરીયાળો બને તેવી આરાધના દરરોજ કરાય છે જે જેને આશીર્વાદઅ ાપતા ગણપતે મંદિરના પુજારી યોગેશ દાદા ભુદેવ અને કોટેશ્વર મંદિરના મહંત રમેશગીરી બાપુ દ્વારા દરરોજ પુંજન કરાવાય છે.