માલધારી વિકાસ સંગઠનએ ગુજરાત રાજ્યના માલધારીઓના વિકાસ માટે કાર્ય કરતુ અને માલધારીઓના પડતર પ્રશ્નોનો અવાજ ઉઠાવતુ સંગઠન છે.
માલધારી વિકાસ સંગઠનની ગુજરાતની કારોબારી ગત તા.૩૦-૫-૧૮ના રોજ રાજકોટ ખાતે મળી હતી તેમા ગુજરાત રાજ્યના કન્વીનર દિનેશભાઈ દેસાઈ દ્વારા ગુજરાતના ઉપપ્રમુખ તરીકે ભાવનગરથી અમીતભાઈ મેહુરભાઈ લવતુકાની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મહામંત્રી તરીકે બોટાદથી ભોળાભાઈ આલ સહિત બીજા જીલ્લાઓમાંથી વિવિધ આગેવાનોની વરણી કરવામાં આવી હતી.અમીતભાઈ લવતુકાએ માલધારી સમાજના આગેવાન અને ભાવનગર જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકાના પુત્ર છે. તેઓ મેહુરભાઈ લવતુકાની જેમ જ સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં આગળ રહે છે. તેઓ સિહોર તાલુકા પંચાયતના સભ્ય પણ છે. અને સામાજિક અને રાજકીય ક્ષેત્રે સારૂ એવુ નામ ધરાવે છે.
માલધારી સમાજના અગ્રણીઓએ આ વરણીને અભિનંદન આપતા કહ્યુ છે કે અમીતભાઈ લવતુકાની પસંદગીથી સામાજિક અને શૈક્ષણિક કાર્યને વેગ મળશે. સમાજના પડતર પ્રશ્નોનો અવાજ રાજ્યસ્તર સુધી પહોચાડશે અને સંગઠનને વધુ મજબુત બનાવશે.