છેલ્લા ઘણા જ સમયથી રેઢુ પડ ભાળી ગયેલા તસ્કરો મોકળુ મેદાન સમજીક એ પછી એક ચોરીઓને અંજામ આપી રહ્યા છે. છેલ્લા ૧પ-ર૦ દિવસમાં અડધો ડઝન જેટલા ચોરીના કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે લોકો પોલીસ તંત્ર સામે ફીટકાર વરસાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ હજુ બે દિવસ પહેલા મેરૂ પાર્કમાં દવાખાને જવા રાખેલ રોકડની ચોરી સામે આવી હતી. ત્યારે આજે શનિવારે વધુ ૩ ચોરીઓ સામે આવી છે. જેમાં સીહોર તાબેના સર ગામના મહિલા પંચાયત સભ્ય બેનને ત્યાં રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ર૦ હજાર રોકડા તથા ચેન તથા ઝુમર ચોરાયા હતાં. ત્ય્રે બીજા બનાવમાં સિહોર નગરપાલિકા સંચાલીત ટાઉનહોલ ખાતે આવેલ સરમાળીયા દાદાના ઓટા પર રાખેલ દાન પેટી પર તસકરોની દાનત બગડતા ઉપાડી ગયેલ ત્યારે જાણવા મળે છે કે આ દાનપેટી ઘણા સમયથી ખોલી ન હોય મોટી રકમ હોવાનો અંદાજ છે. ત્યારે ત્રીજા બનાવમાં ભર બપોરે ધાંધળી રોડ પર આવેલ બાલાજી ફલેટમાં રહેતા મહેન્દ્રસિંહ ભાવશંગભાઈપરમાર (ઉસરડવાળા)ને ત્યાં અંદાજે બપોરે ૩ વાગ્યા આસપાસ ફલેટને ૧૦રમાં મકાનના દરવાજાનો નકુચો તોડી કબાટમાંથી ઘરેણા તથા રોકડ મળી અંદાજે ૧ લાખ આસપાસની ચોરી થયાની વિગતો મળી છે. ત્યારે લોકોના વેકેશનનો મુડ ઓફ થયાનું નજરે આવી રહ્યું છે. સમાચારપત્ર ખોલોને સિહોરની ચોરીઓ સામે આવી જ હોય છે. થોડા દિવસો પહેલા સિહોરકુંજગલી ખાતે રહેતા અજયભાઈ શુકલનો પરિવાર ચારધામ યાત્રાએ ગયેલ ત્યારે ઘરનું તાળુ તોડી મોબાઈલ તથા દાગીના તથા રોકડા ચોરી થયાની ફરિયાદ નોંધાવા છતાં આજ સુધી પોલીસ આરોપી ઝડપી શકી નથી. ત્યારે ફરી સીલસીલો યથાવત રહેતા લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. જીવન ભરની પુંજી ચોરવાની બીકે ઘરના જ ચોકીદાર બની રહેવું પડે છે. મંદિર કે દવાખાનાની રકમ નહીં મુકતા આ તસ્કરો પોલીસના ગાલે એક પછી એક તમાચો મારી રહી છે છતાં શતા ગાલે સહન કરતી પોલીસ શા માટે ચુપ છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. નાઈટ પેટ્રોલીંગ નિયમ અનુસાર નથી થતુ તેવુ લોકો કહે છે મોડીરાત્રે અજાણ્યા લોકોના આંટા ફેરા હોવા છતાં લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તો આ બાબતે ગંભીર નોંધ લઈ પોલિસની કડક છાપ ઉભી કરવા માંગ ઉઠી છે.