વિભાવરીબેન દવેએ સર તખ્તસિંહજી હોસ્પટલની મુલાકાત લીધી

1446

વિભાવરીબેન દવે એ ભાવનગર ની સર. ટી. હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને રૂવા ખાતેની આરોગ્ય વિભાગ હસ્તકની જગ્યાની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સેવા વધુ સુદ્રઢ કરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી જણાવ્યુ હતું કે હોસ્પિટલમાં આવતા દર્દીઓને આરોગ્યલક્ષી સેવા વ્યવસ્થિતરૂપે મળે તે દિશામાં દરેક ડોકટરોએ કામગીરી કરવાની રહેશે તેમણે સર. ટી. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થયેલ દર્દીના ખબર અંતર પુછયા હતા તેમજ જુદા જુદા વોર્ડની મુલાકાત લઈ અને આરોગ્યલક્ષી સેવા બાબતે વધુ ચોકસાઈપૂર્વક કામગીરી કઈ રીતે થઈ શકે તે બાબતે આરોગ્યકર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ

મંત્રીએ મેડીકલ કોલેજ ખાતે ગાંધીનગરના અધિકારીઓની ઉપસ્થિતિમાં સર ટી હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજના ડીન સહિતના તબીબી અધિકારીઓ સાથે એક બેઠક યોજી અને સર. ટી. હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી સેવા વધુ સરળ બનાવવા માટે સંબંધિત અધિકારીને  કેટલીક જરૂરી સુચનાઓ આપી હતી તેમજ રૂવાપરી સ્થિત આરોગ્ય વિભાગ હસ્તકની જમીનની સ્થળ મુલાકાત લઈ આ સ્થળે કેવાં પ્રકારની આરોગ્યલક્ષી સેવા આપી શકાય તે વિશે ગાંધીનગરના આરોગ્ય વિભાગના અધિકારીઓને આયોજન તૈયાર કરી અને ચોક્કસ સમયમર્યાદામાં કામ કરવા અનુરોધ કર્યો હતો.

Previous articleસિહોરમાં બે મકાન-મંદિરમાંથી ચોરી
Next articleપાસના આગેવાનોએ બીનઅનામત વર્ગના પ્રમાણપત્ર અંગે નિતિનભાઈને આવેદન