આપણા સૌરાષ્ટ્ર-કચ્છ કાઠીયાવાડમાં ધર્મ, સંસ્કૃતિ સહિત મોંઘેરા મહેમાને આગવુ માન સન્માન પ્રદાન કરવામાં આવ્યુ છે. ગામડા ગામમાં આવેલા ચોરે કે વન વગડે અથવા ધરતી માતાના ખોળે પધારેલ મહેમાનની આગવી ઢબે પરોણાગત (મહેમાન ગતિ)કરવામાં કશી કચાશ રાખવામાં નથી આવતી આવા મહા મુલી મોંઘેરા મહેમાન જો ધર્મ સાથે નજીકનો નાતો ધરાવતા હોય તો તેમને મુઠ્ઠી ઉચેરૂમાન આપવામાં આવે છે તસ્વીરમાં દર્શીત માલધારી સમાજ સાધુ પશુપાલકોના આંગણે પધાર્યા તે વેળામા ભોમના ખોળે રૂડા આસન પાથરી કરવામાં આવી રહેલ આતીથ્ય સત્કાર ઉઝળા ઈતીહાસની ગવાહી પુરી રહ્યા છે.