મનપામાં ગમે ત્યાં ગમે તેવું દબાણ -લૂંટવાનો ધંધો ખોલી શકાય છે. જાણે કોઈ કાયદો અને વ્યવસ્થા જ ન હોય તેમ ગમે તેવા લોકો ફૂટપાથ રોકીને મંડપો બાંધીને તંત્રના નાક નીચે કોઈ લાયસન્સ નહીં કોઈ ધારાધોરણ નહીં ને ધંધો કરવા માટે છેલ્લા અઠવાડિયાથી શહેરના રસ્તા અને ફુટપાથો પર અડીંગા જમાવી ગમે તેવું ફરસાણ, કોઈ જોનાર જ નથી તેમ વેચે છે અને તે પણ મોંઘું – લૂંટ ચલાવવાની તેમને જાણે છૂટ જ મળી ગઈ ના હોય.
મનપા રાજય સરકારના ફ્રુડ એન્ડ ડ્રગ્સ પર નાંખે છે. જયારે રાજય સરકાર મનપાની હદમાં છે તે એ લોકોએ જોવું આ ઉપરાંત મનપામાં ડે. કમીશનર કક્ષાના દબાણ અને ફ્રુડના અધિકારી છે. અને તે પણ દિવાળી પરના પોતાના હપ્તા ના બગડે તેથી ચુપ છે.
પરંતુ પ્રજા આમેય વિકાસ ગાંડો થયોના નામે ભાજપ પર માછલાં ધુએ છે તેમાં મનપાનું શાસન ભાજપનું છે આવા અધિકારીઓનું પણ ભાજપને આગામી ચૂંટણીઓમાં કયાંક હારનું મો ન દેખાડી જાય!!