સિહોર નગરપાલિકા દ્વારા ગૌતમી નદીનું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે સફાઈ દરમ્યાન નદીમાં ગટરનાં પાણી વહેવા લાગ્યા હતા. જે અંગેની સોશ્યલ મીડીયામાં કોમેન્ટો તથા વર્તમાન પત્રોમાં સમાચાર પ્રસિધ્ધ થતા તંત્ર સફાળુ જાગ્યુ હતું અને ગટરનાં પાણી બંધ કરાવાયા હતા.
આગામી ચોમાસા દરમિયાન ગૌતમી નદી વહે તે માટે નદીમાંથી કચરો, ગંદકી સહિતનું પ્રમુખ દિપ્તીબેન સહિત ન.પા. દ્વારા સફાઈ અભિયાન શરૂ આવેલ જેની આસપાસની સોસાયટીઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી પરંતુ સફાઈ દરમિયાન નદીમાં ગટરનાં પાણી આવતા આ અંગેના સમાચારો પ્રસિધ્ધ થવા ઉપરાંત સોશ્યલ મીડીયામાં કોમેન્ટો શરૂ થયાની નગરપાલિકાને જાણ થતા સિહોર ન.પા.નાં પ્રમુખ તેમજ નગરસેવક શંકરમલ કોકરા દિપાભાઈ રાઠોડ, ચતુરભાઈ રાઠોડ, વિક્રમસિંહ નકુમ, વિજયભાઈ, અલ્પેશભાઈ, અશોકભાઈ વાળા, ડાયાભાઈ સહિત આગેવાનો ગૌતમી નદી ખાતે દોડી ગયા હતા અને નદીમાં આવતા ગટરનાં પાણી તાત્કાલીક બંધ કરાવ્યા હતા તેમજ ગેરકાયદે દબાણો પણ દુર કરાવાયા હતા.