પાલીતાણા ખાતેની સદગુરૂ ઈન્ડેન ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી દર માસના પહેલા રવિવારે ડીઝીટલ ઈન્ડિયા (ઓનલાઈન પેમેન્ટ) કેશલેશ યોજના અંતર્ગત ડ્રો નં.ર પટેલ બોર્ડીંગ પાલીતાણા ખાતે થયેલ હતો.
જેમાં એડવોકેટ વિનુભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરા, ડાયમંડ એસોસીએશનના પ્રમુખ સુભાષભાઈ સવાણી, રાજપૂત સમાજના પ્રમુખ મિલનભાઈ રાઠોડ, કપોળ સમાજના અગ્રણી શીરીષભાઈ શેઠ, સિંધી સમાજના આગેવાન બિહારીભાઈ, ગુરૂમુખભાઈ તેમજ બાલાભાઈ વિરાણી વિગેરે આગેવાનોની હાજરીમાં આ ડ્રો નં.ર કરવામાં આવેલ.
જેમાં પ્રથમ ઈનામ દવે મનિષભાઈ એન., દ્વિતિય ઈનામ પ્રણામીને મળેલ છે. આ પ્રસંગે એડવોકેટ વિનુભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાનના ડીઝીટલ ઈન્ડિયાના પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક ગ્રાહકોએ પોતાનું પેમેન્ટ કેશલેશ રીતે ચુકવવું જોઈએ. જે ગ્રાહકોને છેતરવામાંથી બચી જવાય છે.
આ પ્રસંગે સદગુરૂ ઈન્ડેન ડિસ્ટ્રીબ્યુટર્સ વતી દિપકભાઈ ગોહિલે સ્વાગત કરેલ અને આ યોજનાનો વધુમાં વધુ ગ્રાહકો લાભ લે અને પોતાની ગેસ રીફીલનું ચુકવણું કેશલેશ કરે તેવું જણાવેલ.