નારી ગામ નજીક અકસ્માતમાં બાઈક ચાલક વૃદ્ધનું મોત

859

ભાવનગર નજીક નારી ગામના નાળા પાસે મોટર સાયકલ અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માતની ઘટનામાં ઈન્દીરાનગરમાં રહેતા વૃધ્ધાનું મોત નિપજ્યુ હતું. ભાવનગર આખલોલ જકાતનાકા નજીક આવેલ ઈન્દીરાનગરમાં રહેતા વૃધ્ધ રવજીભાઈ મોહનભાઈ મોણપરા ઉ.વ.૬૫ મોટર સાયકલ પર ભાવનગર તરફથી આવી રહ્યા હતા ત્યારે નારી ગામના નાળા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થતાં રવજીભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે હોસ્પિટલ પોલીસે કેસ કાગળ તૈયાર કરી વરતેજ પોલીસને સોંપતા પાલીતાણા ખાતે ઓનલાઈન પેમેન્ટ કરનાર માટે ડિઝીટલ ઈન્ડિયા ડ્રો

Previous articleપાલીતાણા ખાતે ઓનલાઈન પેમેન્ટ કરનાર માટે ડિઝીટલ ઈન્ડિયા ડ્રો
Next articleરૂા.૧૧ લાખના ખર્ચે તૈયાર થયેલ ભચાદર ગ્રા.પં. બિલ્ડીંગનું લોકાર્પણ