રાજુલા તાલુકાના ભચાદર ગામે પંચાયતના નવા બિલ્ડીંગનું રૂા.૧૧ લાખના ખર્ચે તૈયાર થયેલ તેનું લોકાર્પણ તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી, ગામના સરપંચ તખુભાઈની પંચાયત બોડી ગામ આગેવાનો દ્વારા કરાયું.
રાજુલા તાલુકાના ભચાદર ગામે ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ રૂા.૧૧ લાખના ખર્ચે તૈયાર થયેલ તેનું લોકાર્પણ તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદી, ગામના સરપંચ તખુભાઈ ધાખડા, ઉપસરપંચ તખુભાઈ લયા, તાલુકા સરપંચ મંડળના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, પ્રતાપભાઈ બેપારીયા ઉચૈયા સરપંચ, ઉપસરપંચ દીલુભાઈ ધાખડા, તાલુકા સદસ્ય જગુભાઈ ધાખડા, યુવરાજભાઈ માણસા, સુરેશભાઈ ધાખડા તેમજ તલાટી કમ મંત્રી નિરૂપાબહેન તથા આગેવાનોની બહોળી સંખ્યામાં હાજરી રહેલ. પંચાયતના નવા બિલ્ડીંગથી ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડની જાળવણી આવનાર ચોમાસામાં સુરક્ષિત રહેશે તે બાબતે ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે.